ન્યુ દિલ્હી,તા.૬
દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં સ્થિત અંત્યોદય ભવનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ બિલ્ડિંગના ૫માં માળે લાગી હતી, આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે. આગ સવારે લગભગ ૮.૩૦ વાગ્યે લાગી હતી. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગ્યા હોવાની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. જો કે આગે જાર પકડી લેતા તેને ઓલવવા માટે ફાયરબ્રિગેટની વધુ ગાડીઓ મોકલવામાં આવી હતી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૨૫ ગાડીઓને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઇ જાન-હાનિ કે ઇજાના બનાવ નોંધાયા નથી.
નોંધનીય છે કે, દિનદયાલ અંત્યોદય ભવનમાં અનેક મંત્રાલયોની ઓફિસ છે. આગ પાંચમાં માળે સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાયલની ઓફિસમાં લાગી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



