પુડ્ડુચેરી,તા.૨૮
પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર કિરણ બેદી ૩૦મી મેએ દિલ્હીમાં નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને મળેલી પ્રચંડ બહુમતિ બાદ સળંગ બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. સૂત્રોના મતે પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર કિરણ બેદી મંગળવારે દિલ્હી જવા રવાના થયા હતા.
કિરણ બેદીને પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે બુધવારે ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે તે અગાઉ જ તેઓ દિલ્હી જવા રવાના થયા છે.
પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાં મુખ્યમંત્રી વી નારાયણસ્વામીની સરકારને વહીવટી બાબતોને લઈને લેફ્ટનન્ટ ગર્વનર કિરણ બેદી સાથે સતત મતભેદો ઊભા થતા હોવાનું જણાય છે. કિરણ બેદીએ ૨૯મી મે ૨૦૧૬ના રોજ પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




