ડિયાજિયોનો દાવો : ‘વિજય માલ્યાના શેર્સ પર અમારો અધિકાર’

0
9

ન્યુ દિલ્હી,તા.૧૩
બ્રિટીશની એક લીકર કંપની ડિયાજિયોએ માંગ કરી છે કે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટ કાર્યવાહીમાં તેને પણ પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવે. ડિયાજિયોનો દાવો છે કે ભાગેડુ બિઝનેસમેન અને તેના દિકરા સિદ્ધાર્થ માલ્યાએ જે શેર ગીરવે મુકિયા હતા તેના પર તેનો કાયદાકીય આધિકાર છે.
ડિયોજિયો હોલ્ડિંગ્સ નીધરલેન્ડ્‌સ બીવીએ માંગ કરી છે કે આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં તેની વાત પણ સાંભળવામાં આવે. તેણે એસસબીઆઈની આગેવાની વાળી સરકારી બેંકોના એક સમૂહની તે અરજીનો વિરોધ કર્યો કે જેમાં માલ્યાની તે એસેટ્‌સને તુરંત જ કુર્ક કરવાની માંગ કરવામાં આવી છે, જેને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જપ્ત કર્યા છે.
ડિયાજિયોની અરજીમાં કહેવામાં આવ્યું કે બેંકોનું સમૂહ તો ડિયાજિયો ડોલ્ડિંગ્સ નીધરલેન્ડ બીવીના અધિકારોને પ્રાયોરીટી આપતું નથી. કંપનીએ કોર્ટને અનુરોધ કર્યો કે માલ્યાની એસેક્ટને કુર્ક કરવા પર કોઈપણ આદેશ જાહેર કરતા પહેલા તેને પોતાની વાત મૂકવાની તક આપવામાં આવશે.
ડિયાજિઓએ કહ્યુ કે તેના અધિકારને અવગણી ન શકાય. તેણે કહ્યુ કે ગિરવે મૂકેલા શેરો પર કંપનીનો કાયદેસરનો અધિકાર છે. તેણે બેંકોના સમૂહ દ્વારા આપવામાં આવેલા આવેદન અને અન્ય પ્રતિવાદીઓના જવાબ જાવાની માંગ કરી છે.
આવેદનમાં કહેવામાં આવ્યું કે ડિયાજિયોએ પોતાના વકીલ દ્વારા ઈડીને ૨૧ ફેબ્રુઆરીના રોજ લેટર લખીને બેંકોની એપ્લિકેશન્સને બતાવવાની માંગ કરી હતી પરંતુ ઈડીએ તેને કોઈ દસ્તાવેજ નથી આપ્યા. ઈટીએ ૮ માર્ચના રોજ જાણકારી આપી કે યૂનાઈટેડ સ્પિરિટ્‌સમાં બહુમત ભાગીદારી રાખનારી ડિયાજિયો માલ્યાની એસેટ્‌સ પર પોતાનો પહેલો એધિકાર હોવાનો દાવો કર્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY