પાલોદ ગામમાં રૂમમાં ઘૂસી આવી પરિણીતા પર યુવાનનો બળાત્કાર

0
13

પરિણીતા સાથે ૨૮ વર્ષીય યુવકે દુષ્કર્મ કર્યુ
સુરત, તા.૨૩
કોસંબા-પાલોદ ગામની સીમમાં દિયરની રૂમમાં પરિણીતા સાથે એક યુવકે એકાંતનો લાભ લઈ બલાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલમાં કોસંબા પાલોદ ગામ ખાતે આવેલ નવી વસાહતમાં રહેતાં અશોકભાઈ ધરમસિંહ સોલંકીએ ગત તા.૨૧મી મેના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે ૩૧ વર્ષની પરિણીતા સાથે મરજી વિરૂદ્ધનો શરીર સંબંધ બાંધી ફરાર થઈ ગયો હતો. પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી. ત્યારે એકાંતનો લાભ લઈ આરોપી અશોક સોલંકીએ પરિણીતા સાથે બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. પરિણીતાએ ૨૭ વર્ષના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY