ભારતીય સૈનિકોના બુલેટપ્રૂફ જેકેટ માટે ચીની કંપનીઓ મટિરીયલ આપશે

0
38

ન્યુ દિલ્હી-બેઇજીંગ,તા.૧૩
આતંકને શરણ આપનારા પાકિસ્તાનનું ખાસ દોસ્ત ચીન હવે ભારતીય સૈનિકોનું રક્ષા કવચ બનશે. ભારતીય સૈનિકો માટે બુલેટપ્રુફ જેકેટ બનાવવામાં વાપરાતો સામાન હવે ચીની કંપનીઓ પાસેથી આયાત કરવામાં આવશે. ભારતીય સેનાએ સૈનિકોના બુલેટપ્રુફ જેકેટ માટે ૬૩૯ કરોડ રુપિયાનો ઓર્ડર આપ્યો છે જેનો એક મોટો ભાગ ચીની કંપનીઓને મળશે. સેના માટે ૧,૮૦,૦૦૦ જેકેટ બનાવવાનો ઓર્ડર ભારતીય કંપની એસએમપીપી ને મળ્યો છે, જેના પ્રમુખ આયાતકોમાં ચીની કંપનીઓ શામીલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સૈનિકો માટે ૧,૮૦,૦૦૦ જેકેટોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આના પર ૬૩૯ કરોડ રુપિયાનો ખર્ચ આવશે. આ જેકેટોમાં લાગનારા ૪૦ ટકા માલને ચીનથી આયાત કરવામાં આવશે. આમાં ફેબ્રિક અને બોરોન કાર્બાઈડ પાવડર પણ શામિલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે એસએમપીપીએ આ ઓર્ડર માટે બોલી લગાવી હતી, તે સમયે તેણે યૂરોપ અને અમેરિકી કંપનીઓના માલથી બનેલા જેકેટ્‌સ રજૂ કર્યા હતા, પરંતુ ઓર્ડર મળ્યા બાદ કંપનીએ ચીની કંપનીઓથી માલ લેવાનું શરુ કર્યું. આ મામલે કંપનીએ જણાવ્યું કે સપ્લાયર્સ બદલાવાથી જેકેટ્‌સની ક્વાલિટીમાં કોઈ ફરક નહી પડે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસએમપીપીને કોન્ટ્રાક્ટ મળ્યા બાદથી અત્યારસુધી એક વર્ષમાં બેજિંગના ચાંગપિંગ જિલ્લાની ઘણી કંપનીઓને ૨૬ કરોડ રુપિયા આપી દેવામાં આવ્યા છે અને તે કંપનીઓએ કાચો માલ પણ ભારતીય મેન્યુફેક્ચરિંગ યૂનિટ્‌સને મોકલી આપ્યો છે. એસએમપીપીને અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ માટે ૬૦ કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY