ન્યુ દિલ્હી,તા.૧૫
ભાજપ આગામી લોકસભા ચૂંટણી માટે ૧૦૦ ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે દિલ્હીમાં ભાજપનાં કાર્યાલયમાં ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક મળવાની છે. આ બેઠકમાં ઉમેદવારોનાં નામ પર ચર્ચા વિચારણા થઈ શકે છે અને આ બેઠક બાદ ભાજપ ૧૦૦ ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે.
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અલગ-અલગ પક્ષોએ પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ લોકસભા બેઠકો પર પોતાનાં ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. પરંતુ ભાજપે હજુ સુધી એક પણ ઉમેદવારની યાદી જાહેર નથી કરી. જા કે આવતીકાલે મળનારી બેઠકમાં ભાજપ પણ યાદી જાહેર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર તો થઇ ગઇ છે પરંતુ જ્યારે આ તારીખોનું એલાન ન હોતું થયું ત્યાં તો કોંગ્રેસે ચૂંટણીની શરૂઆત કરી દેતાં પોતાનાં ૧૫ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જેમાં ગુજરાતનાં પ્રથમ ૪ ઉમેદવારો જાહેર કરી દેવાયાં છે. જ્યારે ઉત્તર પ્રદેશનાં ૧૧ ઉમેદવાર એમ કુલ ૧૫ ઉમેદવારોની જાહેરાત કરાઈ દેવાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




