ન્યુ દિલ્હી,તા.૧૭
બિહારમાં મહાગઠબંધનમાં હજુ બેઠકોને લઈને ડખા ચાલી રહ્યા છે ત્યારે, એનડીએએ રવિવારે રાજ્યમાં બેઠકોની ફાળવણી મામલે જાહેરાત કરી દીધી છે. ભાજપ, જેડીયુ અને એલજેપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કિયા ઉમેદવાર કિયાથી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.
ભાજપે પોતાના બે દિગજ્જ નેતા શાહનવાઝ હુસૈન અને ગીરિરાજ સિંહની બેઠક સહયોગીઓને આપી છે. અગાઉ નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ ૧૭-૧૭ બેઠકો પરથી જ્યારે લોક જનશકિત પાર્ટી ૬ બેઠક પરથી ચૂંટણી લડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



