સુત્રાપાડા,તા.૭
સૂત્રાપાડા પંથકના એક યુવક છેલ્લા ૨૨ દિવસથી રહસ્યમય સંજાગોમાં લાપતા હતો. જેમાં રાજકોટ પોલીસે શહેરમાં મલ્ટી સ્પેશ્યાલિટી કિલનિક ચલાવતાં શંકાસ્પદ તબીબ શ્યામ રાજાણી સહિત ત્રણ લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુત્રાપાડાના પ્રાશલી ગામના સરપંચ નરસિંહ જાદવએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તબીબ સહિતનાં લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. આ મામલામાં તબીબની હોસ્પિટલમાં પણ ગઇ મોડી રાતે તોડફોડ કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ તબીબનાં પિતાએ પોલીસ સ્ટેશનમાં કરી છે.
આ મામલામાં ડો.શ્યામ રાજાણીનાં પરિવારજનોએ તેમની હોસ્પિટલ લાઈફ કેરનાં ત્રીજા માળે તોડફોડ થયાની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ,’મોડી રાત્રે હું જ્યારે શ્યામને મળીને આવતો હતો ત્યારે બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો બહાર ઉભી હતી. જેમાં બેઠેલા અજાણ્યા શખ્સોએ હોસ્પિટલની તોડફોડ કરી હતી. હું એ લોકોને ઓળખતો નથી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્કોર્પીયો કારમાં આવેલા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.’
સૌપ્રથમ હોસ્પિટલનો ડોક્ટર શ્યામ રાજાણી આ યુવકને માર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. બાદમાં પોલીસે ડોક્ટરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું છે કે આ ડોક્ટર પાસે કોઈ ડીગ્રી ન નથી તેમજ તે બોગસ ડોક્ટર છે. બીજી તરફ એવી વિગતો સામે આવી છે કે આ ડોક્ટરના વિવિધ ગોરખધંધા સામે આવ્યા બાદ જ તેની પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી. ડોક્ટરની પત્ની કાશ્મીરા ગાંધીના છ વર્ષ પહેલા ડોક્ટર સાથે લગ્ન થયા હતા. હાલ ડોક્ટરની પત્નીએ છૂટાછેડા માટેની અરજી કોર્ટમાં દાખલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



