સવારો ઉઠ્યો તો મારી પત્ની ચોકીદાર બની ગઇઃ સુષ્મા સ્વરાજના પતિ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ‘મેં ભી ચૌકીદાર’ અભિયાનની શરૂઆત કરી લોકસભાની ચૂંટણીએનું બ્યુગલ ફૂંકી દીધું છે. તેના એક જ દિવસ બાદ ભારતમાં સૌથી વધારે ફોલો કરવામાં આવેલા પીએમ મોદીએ આ અભિયાનની પ્રોત્સાહન આપતા ટિવટર પર પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. તેમને પોતાના નામની આગળ ચૌકીદાર શબ્દ જોડી દીધો.
આમ ટિવટર પર વડાપ્રધાનનું નામ પહેલા નરેન્દ્ર મોદી હતું તે બદલીને હવી ‘ચૌકીદાર નરેન્દ્ર મોદી’ થઈ ગયું છે. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટિવટર પર પોતાના નામ આગળ ચૌકીદાર શબ્દ જાડી દીધો હતો. ત્યાર પછી ભાજપના એક પછી એક કદ્દાવર નેતાઓ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જાડી રહ્યાં છે.
સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે પોતે ટિવટ પર હળવી મજાક કરતા કહ્યું હતું કે, હું સવારે જ્યારે ઉઠ્યો તો મારી પત્ની ચૌકીદાર બની ગઈ.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલે આજે ટિવટ કરીને લખ્યું હતું કે – હું આજે સવારે જ્યારે જાગ્યો તો મારી પત્ની ચૌકીદાર બની ગઈ.
સુષ્મા સ્વરાજના આ ટિવટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ પણ ભારે મજા લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સ્વરાજ કૌશલ મિઝોરમના ગવર્નર પણ રહી ચુક્વ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY