લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પરવાનગી મેળવવી

0
30

વડોદરા તા. ૧૫ માર્ચ, ૨૦૧૯ (શુક્રવાર) ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો અને તેના કાર્યકર્તા, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો મોટા પાયે ઉપયોગ કરે છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. જેથી નાગરિકોની શાંતિમાં ખલેલ પહોંચે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૨ની કલમ ૩૩(૧) આર(૩) ની મળેલ સત્તાની રૂઇએ જિલ્લા મેજીસ્ટ્રેટ  શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને લાઉડ સ્પીકરના ઉપયોગ નિયંત્રિત કર્યો છે.

સક્ષમ અધિકારીની પરવાનગી મેળવી સવારે ૬ થી રાત્રે ૧૦ કલાક સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો. મોટર વ્હીલ એક્ટ હેઠળ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા વિના કોઇપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે લાઉડ સ્પીકર મૂકી શકાશે નહિ. વાહન પરમિટ માટે નિયત નમૂનામાં અરજી કરવી અને તે તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. પરવાનગી મેળવીને તેનો ઉપયોગ કરનારે સંબંધિત પોલીસ મથક અને સંબંધિત મતદાર વિભાગ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવી. પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યેથી તમામ સાધન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત સમયના ૪૮ કલાક પૂર્વે કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ.

        હુકમનો ભંગ-ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. હુકમનો અમલ તા.૧૦ મે-૨૦૧૯ સુધી કરવાનો રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY