કોંગ્રેસના ‘સપના’ થયા ચકનાચૂર, સપના ચૌધરી કોંગ્રેસમાં નહિ જોડાયા

0
12

ન્યુ દિલ્હી,તા.૨૪
હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ શનિવારે રાત્રે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હોવાના સમાચાર હતા જાકે, આ બધાની વચ્ચે સપના ચૌધરીએ આજે યૂ-ટર્ન લીધો છે, સપનાએ જણાવ્યું હતું કે તે કિયારેય કોંગ્રેસમાં જાડાઈ જ નથી અને તેની પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જે માધ્યમોમાં પ્રસારિત થઈ હતી તે હાલની નહીં પરંતુ જૂની તસવીર છે.
છેલ્લા ઘણા દિવસોથી ડાન્સર સપના ચૌધરીની કોંગ્રેસમાં જાડાવાની વાતો માધ્યોમામાં ચર્ચાનો વિષય રહી હતી. એક ચર્ચા એવી પણ હતી કે સપના ચૌધરીને કોંગ્રેસ મથુરા લોકસભા બેઠક પરથી હેમા માલિની સામે લડાવશે, જાકે, મથુરા બેઠક પર ઉમેદવાર જાહેર તો થયા પરંતુ તેમાં સપના ચૌધરીનું નામ નહોતું. આ બધાની વચ્ચે સપના ચૌધરીએ ખુલાસો કર્યો કે તેણે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ લીધું જ નથી.
સપના ચૌધરીએ કહ્યું, પ્રિયંકા ગાંધી સારા વ્યકિત છે, મારી મુલાકાત તેમની સાથે મુલાકાત થઈ હતી. મારુ નામનો ઉપયોગ થયો હોય તો ભલે થાય. હું કોંગ્રેસમાં જોડાઈ નથી. મારી લોકસભા લડવાની મારી ઉંમર નથી. મને રાજકારણથી ચીડ છે. હું કિયાય જોડાઈ નથી. હું મારું કામ કરી રહી છું, કરતી રહીશ. જ્યારે હું રાજકારણમાં જાડાઈશ તો જણાવીશ કે મે રાજકારણ જાઈન કર્યું છે, પરંતુ હાલમાં સમાચારો ખોટા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY