ન્યુ દિલ્હી,તા.૧૭
દેશની સર્વોચ્ચ ન્યાયાલયે ગુરુવારે સર્ચ કમિટીને ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકપાલનું નામ આપવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જજ રંજના પ્રકાશ દેસાની વડપણ હેઠળની સર્ચ કમિટી લોકપાલના નામની પસંદગી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સર્ચ કમિટીને કામગીરી પૂર્ણ કરવા જરૂરી માળખું તેમજ મેનપાવર સહિતની મદદ પૂરી પાડવા કેન્દ્રને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ એલ એન રાવ અને એસ કે કૌલનો સમાવેશ થાય છે. બેન્ચ આ કેસની સુનાવણી ૭ માર્ચના કરશે. વ‹કગ સર્ચ કમિટીને લોકપાલ અને તેના સભ્યોના નામ ફેબ્રુઆરી સુધીમાં શોર્ટલિસ્ટ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
કેન્દ્ર વતી રજૂ થયેલા એટોર્નિ જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે, લોકપાલના નામ નક્કી કરવા માટે પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો અભાવ જણાય છે જેથી સર્ચ કમિટીને કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ અગાઉ ૪ જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લોકપાલની નિમણૂક મામલે લીધેલા પગલાંની એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. આ સાથે જ લોકપાલ મામલે ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને વખોડી હતી.
લોકપાલ બિલ પર ચાલી રહેલી સુનાવણીમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ચીફ જસ્ટિસે તતડાવ્યા હતા. ચીફ જસ્ટિસે ભૂષણને તમામ બાબતોને સકારાત્મક રીતે જાવાની સલાહ આપી હતી. મીડિયા રિપોટ્ર્સ મુજબ સીજેઆઈએ કડક વલણ અપનાવતા જણાવ્યું કે, ‘એવું લાગે છે કે તમે જજ કરતા પણ વધુ જાણો છો.’
આ કેસની આગામી સુનાવણી ૭ માર્ચના હાથ ધરાશે અને સર્ચ કમિટીને ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
પ્રશાંત ભૂષણે વ‹કગ સર્ચ કમિટી પર શંકા વ્યક્ત કરી ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરી હતી અને વરિષ્ઠ વકીલને સકારાત્મક રહેવા સલાહ આપી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, ‘હંમેશા બાબતોને નકારાત્મક રીતે ના જાવી જાઈએ. બાબતોને સકારાત્મક રીતે જુઓ તો દુનયા વધુ સારી લાગી શકે છે. અમે બધા પણ આ દુનિયાને વધુ સારી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



