ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતના સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે મેત જીતીને મલેશિયા માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાઇનાએ મહિલા સિંગલ અને શ્રીકાંતે પુરુષ સિંગલમાં જીત મેળવી છે. ઓલિંપિક મેડલિસ્ટ શટલર સાઇનાએ હાન્ગ કાન્ગની પુઇ યિન યિપને ગેમમાં ૨૧-૧૪, ૨૧-૧૬ થી હાર આપી હતી. આ મેચ જીતવા માટે સાઇનાએ જીતવા માટે ૩૯ મિનિટ લીધી હતી.
હવે આગામી સમયમાં સાઇના પહેલા સુપર ૫૦૦ ટૂર્નામેન્ટમાં જાપાનની નોજામી ઓકુહારા સાથે મેચ રમશે. દુનિયાની નવમાં નંબરની ખેલાડી સાઇનાનો ઓકુહારા સામે ૮-૪નો રેકાર્ડ છે. ગયા વર્ષે સાઇનાએ ડેનમાર્ક ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં ઓકુહારાને હરાવી હતી. સાઇના માટે આ મુકાબલો થોટો મજબુત બની શકે છે કારણે કે આ મેચમાં સ્પેનની ચોથા નંબરની ખેલાડી કૈરોલિના મારિન સાથે સાઇનાનો મુકાબલો થઇ શેકે છે.
જ્યારે શ્રીકાંતની વાત કરવામાં આવે તો પુરુષ સિંગલમાં તેણે હાન્ગ કાન્ગના વિનસેંટ વિંગને ૨૩-૨૧, ૮-૨૧, ૨૧-૧૮ થી માત આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




