મુંબઇ ઈન્ડિયન્સની બીસીસીઆઈને ભલામણ, હાર્દિક મામલે જલ્દી નિર્ણય લે

0
15

ન્યુ દિલ્હી,તા.૨૧
આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયંસએ બીસીસીઆઈને ભલામણ કરી છે કે હાર્દિક પટેલને લઇને ચાલી રહેલી તપાસ જલ્દી સમાપ્ત કરે અને કોઇ નક્કી કારણ પર પહોંચે. આઇપીએલમાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયંસ માટે રમે છે અને એટલા માટે જ આ ફ્રેન્ટાઇઝી ઇચ્છે છે કે આઇપીએલનું નવું સત્ર ચાલું થાય તે પહેલા હાર્દિકને લઇને કોઇ એક નિર્ણય લેવામાં આવે.
જ્યારે આ વિશે રિલાયંસ ઇંડસ્ટ્રીઝના સીઇઓ સુંદર રમનને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે એમઆઇએ બીસીસીઆઈ સાથે કોઇપણ જાતની વાતચીત કરી નથી. એક ટાક શા દરમિયાન મહિલાઓને લઇને વિવાદિત ટિપ્પણીઓને લઇને હાર્દિક અને રાહુલના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે આૅસ્ટ્રેલિયાના પ્રવાસ પરથી બન્ને ખેલાડીઓને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી આ બન્ને ખેલડીઓને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જ્યારે આ સીવાય સૌરવ ગાંગુલી સહિત ઘણા ક્રિકેટરનું માનવું છે કે ખેલાડીઓને સજા આપીને આગળ વધી જવું જાઇએ. બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ પણ એવી જ સહાલ આપી હતી કે જ્યાં સુધી આ ખેલાડીઓની તપાસ લંબાવવામાં આવી છે ત્યાં સુધી તેમને રમવા માટેની પરવાનગી આપી દેવી જોઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY