ન્યુ દિલ્હી,તા.૨૧
સચિન તેંડુલકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે નેગેટિવ અને નેગેટિવ ભેગા થઇને પોઝિટિવ થઇ જાય એવું માત્ર ગણિતમાં થાય છે. જીવનમાં બે નેગેટિવ મળીને વધુ નેગેટિવિટી ફેલાવી દે છે. નેગેટિવિટી સાથે મારો પહેલી વાર ખરા અર્થમાં પનારો પાકિસ્તાનમાં ડેબ્યૂ મેચ દરમિયાન પડ્યો. તે ટેસ્ટમાં જલદી આઉટ થઇ જવાના કારણે હું નકારાત્મક વિચારોથી ઘેરાઇ ગયો. મને મારી ક્ષમતા પર શંકા થવા લાગી હતી. વારંવાર વિચાર આવવા લાગ્યા કે હું આંતરરાષ્ટ્રીય સ્તરને લાયક છું કે નહીં? પણ આસપાસના પોઝિટિવ લોકોના સહકારથી હું નેગેટિવ વિચારોમાંથી બહાર આવ્યો.
આ દરમિયાન મને ધીરજ સાથે સખત મહેનત કરવાની શીખ મળી. નેગેટિવિટી હંમેશા જલદી હાવી થઇ જાય છે. પડકાર એ જ છે કે તેને તમારી નજીક ફરકવા પણ ન દો. ઘણી વાર એવા સંજાગો ઊભા થાય છે કે જ્યારે લોકો પોતાની ફિલસૂફી છોડવા કે બાંધછોડ કરવા મજબૂર થઇ જાય છે પણ આ જ એ સમય હોય છે કે જ્યારે ચરિત્રની કસોટી થાય છે. આ સંદર્ભ સાથે જ જાડાયેલી એક વાત મને યાદ આવે છે. તે મારા સ્કૂલના દિવસોની વાત છે. એક વાર સ્કોરરે મારા સ્કોરમાં વધારાના ૬ રન ઉમેરી દીધા. તે વાત પર સ્વ. આચરેકર સર મારાથી ખૂબ નિરાશ થયા.
તેમણે કહ્યું- ‘મને ફરક નથી પડતો કે તેં સ્કોર કર્યો છે કે નહીં પણ શોર્ટકટ લેવા કિયારેય લલચાઇશ નહીં.’ આજે ઝટપટ સફળતા મેળવવાના માહોલમાં શોર્ટકટ લેવાના પ્રલોભન આકર્ષક હોઇ શકે છે પણ ટકાઉ નથી હોતા.પરિવાર, મિત્રો અને મારો સ્ટાફ મારી સપોર્ટ સિસ્ટમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




