વારાણસીમાં જામશે જંગઃ મોદીની વિરુદ્ધ રિટાયર્ડ જસ્ટિસ કર્ણન લડશે ચૂંટણી

0
8

ન્યુ દિલ્હી,તા.૧૦
મદ્રાસ અને કલકત્તા હાઈ કોર્ટના રિટાર્યડ જસ્ટિસ સી.એસ કર્ણન વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ લોકસભા ચૂંટણી રસપ્રદ થતો જાય છે. દેશની સૌથી વીઆઈપી સીટમાં સામેલ વારાણસી બેઠક પર સૌ કોઈની નજર છે. અહીંથી દેશના વડાપ્રધાન મોદી પણ મેદાનમાં છે. ત્યારે આ સીટ પર અનેક બીજા દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. જેમાં હવે રિટાર્યડ જસ્ટિસ સી.એસ કર્ણનનું નામ પણ સામેલ થઈ ગયું છે.
રિટાર્યડ જસ્ટિસ સી.એસ કર્ણન અગાઉ મધ્ય ચેન્નઈ લોકસભા સીટ પર પોતાની ઉમેદવારી નોંધાવી ચુકવ્યા છે અને હવે અન્ય એક વારાણસીમાંથી પણ તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે.આપને જણાવી દઈએ કે, ૨૦૧૮માં તેમણે એન્ટી કરપ્શન ડાઈનેમિક પાર્ટી (છઝ્રડ્ઢઁ)નું પણ નિર્માણ કર્યું હતું. જેના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY