ન્યુ દિલ્હી,તા.૧૫
ચૂંટણી ઝુંબેશ દરમિયાન નેતાઓ અને ઉમેદવારોનાં મનમાં જેનો સૌથી વધારે ડર રહેતો હોય છે તે હોય છે આચાર સંહિતાનો ભંગ. ચૂંટણી આયગ દરેક વખતે નેતાઓનાં ભાષણ પર નજર રાખતા હોય છે. પરંતુ શિવસેનાનાં નેતા સંજય રાઉતે આ વખતે આચારસંહિતા સામે જ પડકાર ફેંકિયો છે. એક ભાષણમાં તેમણે કહ્યું કે, “ભાડમાં ગયો કાયદો, આચારસંહિતાને પણ અમે જોઇ લેશું.
એક વિડિઓ અનુસાર, ૧૪ એપ્રિલનાં રોજ એક ભાષણમાં સંજય રાઉતે કહ્યું હતું કે, આમ તો અમે લોકો કાયદાનું પાલન કરનારા છીએ પરંતુ ચૂંટણી દરમિયાન અમારા પર એક દબાણ હોય છે કે કિયાક આચાર સંહિતાનું ઉલ્લંઘન ના થઇ જાય.
આ સમય દરમિયાન, તેઓએ કહ્યું હતું કે, ભાડમાં જાય કાયદો, આચાર સંહિતાને પણ અમે જોઇ લેશું. જે વાત અમારા મનમાં છે, તે જો મનમાંથી બહાર ના આવે તો અમને ગૂંગળામણ જેવું થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



