ચૂંટણી પંચ બાદટિવટરનો ફડાકો : યોગી આદિત્યનાથનું ટિવટર એકાઉન્ટ હટાવ્યું

0
56

ન્યુ દિલ્હી,તા.૧૭
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણીપ્રચારમાં ભાગ લેવા પર આયોગે પ્રતિબંધ હજૂ હટ્યો નથી ત્યાં ટ્‌વીટર પણ એક્શનમાં આવી તેમનું ટ્‌વીટર એકાઉન્ટ હટાવ્યું છે. મુસ્લીમ લીગને વાયરસ બતાવનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ટ્‌વીટને ચૂંટણીપંચના નિર્દેશ પર ટ્‌વીટરે હટાવી દીધું છે.
યોગી આદિત્યનાથ સિવાય ગિરિરાજસિંહ, ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસા, એક્ટ્રેસ કોઇના મિત્રા અને પૂર્વ સૈન્ય અધિકારી સુરેન્દ્ર પુનિયાના કેટલાક ટ્‌વીટ પણ હટાવવામાં આવ્યા છે. ટ્‌વીટર ઇન્ડિયાએ સાંપ્રદાયિક ટિપ્પણી વાળા ૩૪ ટ્‌વીટ પર એક્શન લીધી છે. સાંપ્રદાયિક ધ્રૃણા ફેલાવતી નિવેદન બાજી કરતા નેતાઓ પર એક્શન નહી લેવા પર સુપ્રિમ કોર્ટે સખ્ત વલણ દર્શાવ્યુ હતું, જે બાદ ગત સોમવારે ચૂંટણીપંચે કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY