મુંબઈ,તા.૨૫
છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર રહેલો અભિનેતા અલી ફઝલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ છે અલી ફઝલનો એક વીડિયો. જાકે અલી ફઝલે આ વીડિયો મામલે પોતાની પ્રાઈવેસીનું સન્માન કરવાની અપીલ કરી છે.
અભિનેતાના ન્યૂડ ફોટોગ્રાફ પણ લીક થઈ ગયા છે. આ મામલે તાજેતરમાં અલી ફઝલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અલી ફઝલે કહ્યું હતું કે, મને સમજાતુ નથી કે હું કેવી રીતે વ્યક્ત કરૂ પણ હવે ફોટો લીક થઈ જ ગયા છે તો મારા પાસે એ વાત સ્વિકારવા સિવાય કોઈ રસ્તો જ નથી કે જે ફોટોઝ લીક થયા છે તે મારા જ છે. તેનાથી વધારે હું કંઈ જ કહી શકુ તેમ નથી.
અભિનેતાએ આ ઘટના પ્રત્યે નારાજગી પણ જાહેર કરતા કહ્યું હતું કે, પહેલી વાત તો એ છે કે, આ ફોટો મારી અંગત બાબત છે અને આ માટે ખાસ કરીને મારે માધ્યમોને સ્પષ્ટિકરણ આપવાની જરૂર નથી. મને ખરેખર નથી ખબર કે આ બાબત કેવી રીતે જાહેર થઈ ગઈ. હું આ ઘટનાના મૂળ સુધી જઈશ અને એ વાતની ખાતરી કરીને જ ઝંપીશ કે તેને કોણે લીક કર્યા.
અભિનેતાએ કહ્યું હતું કે, આ ખુબ જ નીચલી કક્ષાની હરકત છે. હું મારા ચાહકો અને પરિજનોને કહેવા માંગુ છું કે, હું જલ્દી જ આ મામલે વધુ જાણકારી તેની હકીકત તમારી સામે લાવીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





