ઘાસચારા કૌભાંડ : લાલુને સુપ્રિમ કોર્ટનો મોટો ઝટકો,જામીન અરજી ફગાવી

0
5

ન્યુ દિલ્હી,તા.૧૦
ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી રદ કરી દીધી છે. લાલુ યાદવે સ્વાસ્થ્યના આધાર પર જેલમાંથી છુટવાની માંગણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમની જામીન અરજી પર સુનવણી કરી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પરથી સ્પષ્ટ થઇ ગયું કે લાલુ યાદવને જેલમાં જ રહેવું પડશે. હાલ તેઓ રાંચીના રિમ્સમાં સારવાર કરાવી રહ્યાં છે. જો લાલુ યાદવને જામીન મળ્યા હોત તો બિહારના રાજકારણમાં વળાંક આવ્યો હોત.
૧૯૮૦ના દાયકા બાદ બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી છે જે લાલુ પ્રસાદ યાદવની હાજરી વગર લડાઇ રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે એનડીએમાં છે. રાજદની પાસે કોઇ એવા નેતા નથી કે તેઓ ભાજપ અને જદયુને આ રીતે ઘેરી શકે જેવી રીતે લાલૂ ઘેરે છે. તેમનો દીકરો તેજસ્વી મહેનત કરી રહ્યો છે પરંતુ બિહારની જનતા લાલુના ભાષણોને મિસ કરી રહ્યુ છે. લાલુ સ્વાસ્થ્યના આધાર પર બહાર આવવા માંગે છે પરંતુ સીબીઆઇનું કહેવું છે બહાર આવીને તેઓ રાજનીતિ કરશે. સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ થયેલ સુનવણીમાં એ નક્કી થઇ ગયું કે લાલુ જેલમાં જ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY