ન્યૂયોર્ક,તા.૧૦
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રીઓનાં કરાતાં શોષણ સામે અવાજ ઉઠાવીને ઈંસ્ી્ર્ર્ આંદોલન જગાડનાર બોલીવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રી દત્તાને અમેરિકામાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જાણકારી તનુશ્રીએ સોશિયલ મિડિયા મારફત આપી છે.
તનુશ્રીએ આજે ઈન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કરતાં લખ્યું છે કે એને આવતી ૧૬ ફેબ્રુઆરીએ અમેરિકાના મેસેચ્યૂશેટ્સ રાજ્યના બોસ્ટનમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ‘ઈન્ડિયા કોન્ફરન્સ’માં સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કેનેડી સ્કૂલનાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા યોજાતો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ છે.
આ વર્ષના કાર્યક્રમમાં જેમને સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં તનુશ્રી દત્ત ઉપરાંત સામાજિક કાર્યકર્તા અરૂણા રોય, પત્રકાર બરખા દત્ત, ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી અને નેતા અસદુદ્દીન ઓવૈસી.
ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ ગયા વર્ષે કરેલા આરોપને પગલે ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રીઓનાં કરાતા શોષણ વિશે ભારતીય ‘મી ટૂ’ આંદોલન શરૂ થયું હતું. તનુશ્રીએ આરોપ મૂક્્યો હતો કે એની ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મનાં સહ-કલાકાર નાના પાટેકરે ફિલ્મના સેટ પર એની જાતીય સતામણી કરી હતી. એ હરકતમાં પાટેકરને બીજા બે ક્રૂ મેમ્બરે સહાય પણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





