ધોની ટી-૨૦માં ૩૦૦ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

0
6

વેલિંગ્ટન,તા.૧૦
હેમિલ્ટન ટી ૨૦માં મેદાન પર ટીમ ઈન્ડિયાના વિકેટકીપર એમ.એસ. ધોનીએ એક અન્ય પરાક્રમ કર્યું છે. ધોનીને ૩૦૦ ટી-૨૦ મેચો રમી નાખી છે અને તે આ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ધોની પછી રોહિતે ૨૯૭ અને રૈનાએ ૨૯૬ ટી-૨૦ મેચો રમ્યા છે.
માત્ર ધોની જ નહીં, રોહિત શર્મા પણ આજે એક મોટો રેકોર્ડ તોડી શકે છે. કેપ્ટન રોહિત શર્મા પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૪૯ છગ્ગા થઈ ચૂક્યા છે. એક જ છગ્ગો મારશે એટલે એનું નામ સૌથી વધારે ૩૫૦ છગ્ગા લગાવવાનાં રેકોર્ડમા નોંધાઈ જશે. તો વળી તે જ સમયે જા તે આજની ટી-૨૦ મેચમાં બે છગ્ગા લગાવે છે, તો તે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં સૌથી છગ્ગા મારનાર ખેલાડીમાં નામ આવી જશે. ક્રિસ ગેઇલ અને માર્ટિન ગપ્ટિલ ૧૦૩-૧૦૩ છગ્ગા સાથે પ્રથમ નંબર પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY