અમેરિકન કંપનીઓએ ડિસેમ્બરમાં ૩,૧૨,૦૦૦ લોકોને નોકરી આપી

0
7

એક કલાકના સરેરાશ વેતનમમાં ૩.૨ ટકાનો વધારો
ન્યૂયોર્ક,તા.૬
અમેરિકન કંપનીઓ દ્વારા ડિસેમ્બરમાં ૩,૧૨,૦૦૦ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે નોકરીની તકોમાં વૃદ્ધિ થવી અમેરિકન અર્થતંત્ર માટે સારા સંકેત છે.
જો કે અમેરિકાના શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેકારીનો દર વધીને ૩.૯ ટકા થયો હોવા છતાં ડિસેમ્બરમાં નવી નોકરીઓની સંખ્યા વધવી તે એક સારી બાબત છે.
એક કલાકના સરેરાશ વેતનમમાં ગયા વર્ષની સરખામણીમાં ૩.૨ ટકાનો વધારો જાવા મળ્યો છે. હેલ્થકેર, ફૂડ સર્વિસીસ, કન્સ્ટ્રકશન અને મેન્યુફેકચરિંગ સેક્ટર દ્વારા સૌથી વધુ નોકરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ચાલતા વેપાર યુદ્ધને કારણે બંને દેશોમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના વિકાસમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો છે.
અમેરિકા અને ચીન દ્વારા એકબીજાની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાના કારણે એપલ જેવી અગ્રણી કંપનીઓના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY