વોશિંગ્ટન, તા.૦૮
અમેરીકામાં ન્યુયોર્ક પ્રાંતના શોહારી કાઉન્ટીમાં આજે એક લિમોઝિન કારે સિગ્નલ તોડતા એક દુકાનની બહાર ઉભેલ એસયુવી કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૨૦ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં લિમોઝિનમાં સવાર તમામ ૧૮ લોકો અને બે રાહદારીઓના મોત થયા છે. અધિકારીઓ અને મૃતકોના પરિજનોએ જણાવ્યુ કે, આ તમામ લોકો જન્મદિવસ ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. કારમાં ચાર મહિલાઓ પણ સામેલ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટનાને અધિકારીઓએ ગત એક દાયકાનો સૌથી ગંભીર અકસ્માત ગણાવ્યો છે. મૃતકોમાંથી એકની સંબંધી બારબરા ડગલસે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, તે છોકરીઓ ખૂબ જ સારી હતી, તે તેમના માટે કંઈપણ કરી શક્તી હતી અને તે એકબીજાની ખૂબ જ નજીક હતી. સ્ટેટ પોલીસ ફર્સ્ટ ડિપ્ટી સુપ્રિટેન્ડેન્ટ ક્રિસ્ટોફર ફાયરે ન્યુયોર્કના લૈથમમાં જણાવ્યુ કે, ન્યુયોર્ક શહેરથી આશરે ૧૭૦ માઈલ (૨૭૦ કિલોમીટર)દૂર શોહારીમાં રુટ ૩૦ પર ૨૦૦૧ ફોર્ડ એક્સ્કર્શન લિમોઝિન કાર શનિવારે આશરે બપોરે બે વાગ્યે રુટ ૩૦ એકથી લાગેલ એક ટી જંક્શન પર રોકાઈ ન શકી અને ગતિ વધુ હોવાના કારણે રસ્તાની પેલે પાર ચાલી ગઈ અને એપ્પલ બેરલ કન્ટ્રી સ્ટોર બહાર ઉભેલી એક એસયુવી કાર સાથે ધડાકાભેર અથડાઈ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લિમોઝિન કારમાં સવાર ૧૮ લોકોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે રાહદારીઓના પણ મોત થયા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




