રાફેલ ડીલને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી

0
4

નવી દિલ્હી, તા.૦૮
બહુચર્ચિત રાફેલ યુદ્ધ વિમાન ડીલ વિવાદ હજી શાંત થયો નથી. ફરી એકવાર આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સોમવારે દાખલ કરવામાં આવેલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. વકિલ વિનીત ઢાંડાએ અરજી દાખલ કરતા માંગ કરી છે કે ફ્રાંસ અને ભારત વચ્ચે આખરે શું કરાર થયો છે તેને જાહેર કરવામાં આવે. આ ઉપરાંત માંગ કરવામાં આવી છે કે રાફેલની વાસ્તવિક કિંમત પણ જાહેર કરવી જાઈએ.મહત્વનુ છે કે આ પહેલા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર ૧૦ ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે. ગત સુનાવણી અરજીકર્તાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે ટાળવામાં આવી હતી. મહત્વનુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવામાં લાગેલી છે. રાહુલ ગાંધી સતત આ મામલે વડાપ્રધાન મોદીના મૌન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ ટિ્વટ કરી તેમજ સભા સ્થળોએ આ મામલે મોદી સરકારને પણ ઘેરવામાં લાગ્યા છે. મહત્વનુ છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી આરોપ લગાવી રહી છે કે મોદી સરકારે ફ્રાંસની કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદીની ડીલ કરી છે, તેની કિંમત પૂર્વવર્તી યુપીએ સરકારમાં વિમાનોની કિંમતો પર જે સંમતિ બની હતી તેની સરખામણીએ ખૂબ જ વધુ છે. આનાથી સરકારી તિજારીને હજારો કરોડોનુ નુકશાન થશે. કોંગ્રેસે આ ડીલને મોટુ કૌભાંડ પણ ગણાવ્યુ
છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY