મુંબઈ,તા.૬
દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘના ફેન્સ ઇટાલીના લેક કોમોમાં નવેમ્બરમાં તેમના વેડિંગની રાહ જાઈ રહ્યા છે ત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જાનસ નવેમ્બરના અંત સુધીમાં વેડિંગ કરશે એ ન્યુઝ ફેલાઈ રહ્યા છે. વાસ્તવમાં પ્રિયંકા અને નિક રિસન્ટલી જાધપુર ગયા ત્યારથી તેમના વેડિંગની અફવાઓ આવી રહી છે. તેઓ ત્યાં તેમના વેડિંગ માટેના વેન્યૂની શોધ માટે ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર નિક અને પ્રિયંકાએ તેમના વેડિંગ લોકેશન તરીકે મહેરાનગઢ ફોર્ટની પસંદગી કરી છે અને આ લવબડ્ર્ઝ નવેમ્બરના અંત સુધીમાં મેરેજ કરી લેશે.
એક સોર્સે કહ્યું હતું કે, ‘નિક વેડિંગની તૈયારીઓ માટે નવેમ્બરના મધ્યમાં ઇન્ડિયામાં આવશે. હજી સુધી ચોક્કસ તારીખ ફાઇનલ થઈ શકી નથી, પરંતુ એ ચોક્કસ જ નવેમ્બરમાં રહેશે અને આ કપલ ઇન્ડો-વેસ્ટર્ન વેડિંગ માટે આતુર છે. રણવીર અને દીપિકા પણ નવેમ્બરમાં જ વેડિંગ કરશે એમ છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. જાકે, નિક અને પ્રિયંકા ઇન્ડિયામાં જ મેરેજ કરશે જ્યારે રણવીર અને દીપિકાએ ફોરેન લોકેશન પસંદ કર્યું છે. હજી સુધી આ બંને કપલ્સે તેમના વેડિંગ વિશેના રિપોટ્ર્સ વિશે કંઈ પણ કહ્યું નથી. જાકે, બધું અટકળો મુજબ જ રહેશે તો ચોક્કસ જ બોલિવૂડના ફેન્સ માટે નવેમ્બરનો મહિનો ખૂબ એક્સાઇટિંગ રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




