કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ અને માનવ જ્યોત સંસ્થા ભુજ આયોજીત નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ૨૩૫ દર્દીઓએ લાભ લીધો હતો કોઠારા સાર્વજનિક દવાખાનાં ટ્રસ્ટનાં પ્રમુખ નલીનભાઇ અજાણીએ દિપપ્રાગટચ કરી નિદાન કેમ્પને ખુલ્લો મુકયો હતો આ પ્રસંગે ટ્રસ્ટીગણનાં મણીલાલ શાહ, રાયચંદ લોડાયા, દીનેશ અજાણી, ચન્દ્રકાન્ત લોડાયા તથા સલાહકાર સમિતિનાં હેમંતભાઇ અજાણી, પ્રભાતસિંહ જાડેજા, પ્રબોધ મુનવર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય વિમા સુરક્ષા યોજના હેઠળનાં લાભાર્થીઓની આંખની નિઃશુલ્ક તપાસણી ડૉ. અતુલ મોડૅસરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્દીઓને નિઃશુલ્ક આંખનાં ટીપા પણ અપાયાં હતાં જડીબુટી તથા વનસ્પતિ દવાઓ સાથે દર્દીઓની તપાસણી હાજી સાલેમામદ જત, વિરેન્દ્રભાઇ કાઠડાવાલા, ભરતભાઇ ભાટિયા માંડવીવાલા ડો.વી.ડી. જાડેજા દ્વારા કરવામાં આવેલ નિદાન કેમ્પ સ્થળે દર્દીઓને હરિ ૐ આર્યુવેદિક સ્ટોર્સ જયસુખલાલ પ્રેમજી ઠક્કર માંડવીવાલા પરિવાર દ્વારા દવાઓ ફ્રી આપવામાં આવી હતી વ્યવસ્થામાં ભવાનજીભાઇ ઠક્કર, દિપકવન ગોસ્વામી, દામજી ચૌહાણ, કૃપાલસિંહે સહકાર આપ્યો હતો.
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





