મુસ્લમ બિરાદરને સલામ.. હિંદુ આધેડની વિધિ પ્રમાણે અંતિમ વિધિ કરાવી

0
97

સુરત,
તા.૮/૫/૨૦૧૮

એકતરફ દેશના અલગ-અલગ રાજ્યોમાં હિંદુ-મુસ્લમ ધર્મના નામે હિંસા આચરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ મિની ભારત કહેવાતા સુરત શહેરમાં કોમી એખલાસનું ઉત્તમ દ્દષ્ટાંત પૂરૂ પાડે તેવો બનાવ સામે આવ્યો છે. મુસ્લમ બિરાદરે હિંદુ આધેડની હિંદુ વિધિ પ્રમાણે અંતિમ વિધિ કરાવી હતી.

પરિવારથી કોઈક કારણસર અલગ થઈ સુરતમાં આવીને વસેલા અને એકલવાયું જીવન વ્યતીત કરતા મૂળ યુપીના આઝમગઢના હિંદુ આધેડનું અવસાન બાદ તેનો મૃતદેહ સ્વીકારવા પણ કોઈ આવ્યું ન હતું. ત્યારે મકાન-માલિક એવા મુસ્લમ બિરાદરે આધેડનો મૃતદેહ સ્વીકારી હિંદુ રીત-રિવાજ પ્રમાણે અંતિમ વિધિ કરાવી છે. એટલું જ નહીં, અંતિમ વિધિ કર્યા બાદ મૃતકના આત્માની શાંતિ માટે ઉત્તરક્રિયા કરવા પણ મુસ્લમ યુવાને તત્પરતા દાખવી છે.

છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમના ઘર નજીક રહેતું એક દંપતી સારવાર માટે સિવિલ હોસ્પટલ આવી રહ્યું હોવાથી તેમની સાથે જાકીરભાઈએ સુરેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પટલ મોકલી આપ્યા હતા. જાકે આંતરડાની બીમારીથી પીડાતા સુરેશભાઈનું સિવિલ હોસ્પટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં તેમની સાથે આવેલું દંપતી તેમને છોડી જતું રહ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY