લંડન,તા.૧૨
ભારતીય મૂળના પ્રસિદ્ધ ઉપન્યાસકાર સર વીએસ નાયપોલનું શનીવારે મોડી રાત્રે લંડન સ્થિત પોતાના નિવાસ સ્થાને નિધન થયું છે. ૮૫ વર્ષીય આ નોબેલ પુરસ્કાર વિજેતાના પરિવારના લોકોએ તેમના નિધનની પુષ્ટી કરી છે. નાયપોલના નિધનને લઈ તેમની પત્ની નીદિરાએ કહ્યું કે, તે એવા લોકોની સાથે હતા, જેમને તે પ્રેમ કરતા હતા. નાયપોલનું જીવન અદ્ભૂત રચનાત્મક અને પ્રયાસોથી ભરેલુ હતું.
૧૭ ઓગષ્ટ ૧૯૩૨ના રોજ ત્રિનિડાડમાં જન્મેલા નાયપોલે ઓક્સફર્ડ યૂનિ.માંથી અભ્યાસ કર્યો હતો અને વર્ષ ૧૯૫૭માં તેમનો પહેલો ઉપન્યાસ ‘ધ મિÂસ્ટક મૈસુર’ પ્રકાશિત થયો હતો. તેમને વર્ષ ૨૦૦૧માં સાહિત્યના નોબેલ પુરસ્કારની સન્માનીત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૧૯૬૧માં પ્રકાશિત તેમનો ઉપન્યાસ ‘અ હાઉસ ઓફ મિસ્ટર વિશ્વાસ’ને લખવામાં તેમને ૩ વર્ષથી વધારે સમય લાગ્યો હતો. નાયપોલે ૩૦થી વધુ પુસ્તકો લખ્યા હતા. પોલની The Mimic Menને વર્ષ ૧૯૬૭માં ડબલ્યૂ એચસ્મિથ એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૧૯૭૧માંIn a Free Stateને બુકર પ્રાઈઝ મળ્યો હતો.
પોતાની જાતને યથાર્થવાદી બતાવનારા પોલ ઔપનિવેશવાદની આલોચના કરતા હતા, જાકે, તે પોતે કોઈ સામાજિક આંદોલનમાં સામેલ નથી થયેલા. વર્ષ ૧૯૫૫માં તેમણે પેટ્રિસિયા હેલ સાથે લગ્ન કર્યા હતા. હેલની પૌલ સાથે મુલાકાત વર્ષ ૧૯૫૦માં થઈ હતી, જ્યારે તે સ્કોલરશિપ મેળવી ઈંગ્લેન્ડ અભ્યાસ માટે ગયા હતા, ગ્રેજ્યુએશન બાદ નાયપોલને ગરીબી અને બેરોજગારીમાં દિવસ વિતાવવા પડ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




