વિશ્વનું સૌથી ઈનોવેટિવ શહેર બન્યું ટોક્યો,ભારતીય શહેરો ટોપ-૫૦માં પણ નહિ

0
34

લંડન,તા.૧૨
જાપાનનું ટોક્યો શહેર વિશ્વની સૌથી ઈનોવેટિવ શહેરોની યાદીમાં અગ્ર સ્થાને છે. જાપાને ૨ થિંક નાઉના વાર્ષિક સર્વેમાં લંડનને પાછળ છોડ્યું છે. આ સૂચીમાં ટોપ-૧૦માં ચાર શહેર અમેરિકાના છે. જા કે ભારતના કોઈ શહેર ટોપ-૫૦માં જગ્યા નથી બનાવી શ્કયા. સૂચીમાં મુંબઈનો ૯૨મો, બેંગલૂરુ ૧૩૯ અને દિલ્હીનો ૧૯૯મો રેન્ક મળ્યો છે.
રોબોટિક્સ અને થ્રીડી મેન્યુફેકચરિંગના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ કરવા બદલ ટોક્્યોએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવું માનવામાં આવે છે કે જાપાન નવી નવી ટેકનિક સહેલાયથી અપનાવી લે છે. ૨૦૨૦ ઓલોમ્પિક ગેમ્સ માટે જાપાને ફેસ કિગ્નિશન ટેકનોલોજી લોન્ચ કરી છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (રોબોટિક્સ)ને ગોડિઓ, હસ્પિટલ અને ફાયનન્સિયલ સર્વિસમાં સામેલ કર્યાં છે.
શહેર કેટલું ઇનોવેટિવ છે, તેના માટે ૧૬૨ માપદંડ નક્કી કરાયાં છે. જેમાં જૂની ઈમારતોનું સંરક્ષણ, નવી ઈમારતોની બનાવટ, સાંસ્કૃતિક ઉત્સવ, સ્થાનિય કળા, સંગીત, વ્યવસાય, ભાષા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા, સ્થાનિક બજાર અને શિક્ષાનું સ્તર જેવાં અનેક મુદ્દે આંકલન કરવામાં આવે છે. આ યાદીમાં અમેરિકાના નાના શહેર જેવાં કે સેન ડિયાગો, પોર્ટલેન્ડ અને ઓકલેન્ડ પણ સામેલ છે.
ભારતના ટોપ ઇનોવેટિવ શહેર
શહેર રેન્ક
મુંબઈ ૯૨
બેંગલૂરુ ૧૩૯
દિલ્હી ૧૯૯
ચેન્નાઈ ૨૫૨
હૈદરાબાદ ૩૧૬

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY