રાયપુર,તા.૧૪
કેન્સર એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળતા જ મોટા-મોટા લોકોની આત્મા ધ્રૂજવા લાગે છે. દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકોનાં મોત કેન્સરને કારણે જ થતાં હોય છે. માત્ર ભારતમાં જ કેન્સરને કારણ અંદાજે ૧૦ લાખ લોકોનાં મોત થાય છે.
આનું કારણ એ છે કે કેન્સર વિશે લોકોની પાસે સાચી જાણકારીઓ ન હોવી અથવા તો આનો સમય પર જા ઇલાજ ના કરવામાં આવે. પરંતુ હવે તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે આની સારવાર હવે શક્ય બની છે. છત્તીસગઢનાં એક સંશોધનકર્તાએ આ ખતરનાક બીમારીનો ઇલાજ શોધી કાઢ્યો છે.
રાયપુરની રહેનારી મમતા ત્રિપાઠીએ કેન્સરની દવાઓ શોધવામાં સફળતા હાંસલ કરી લીધી છે. એમનો એવો દાવો છે કે આ દવાથી કેન્સર સેલ્સને ૭૦થી ૮૦ ટકા સુધી ખતમ કરી શકાશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે, આ દવાને પહેલા લેબમાં ટેસ્ટ કરવામાં આવેલ છે કે જેમાં અમે સફળ રહ્યાં છીએ.
હવે આ દવાને ઉંદરો પર ટેસ્ટ કરવામાં આવશે અને જા આમાં સફળતા મળશે તો બાદમાં આનો પ્રયોગ માનવી પર કરવામાં આવશે. તેઓએ કÌšં કે, અમારે આ દવાની શોધ કરવામાં ૪થી ૫ વર્ષ લાગી ગયાં છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ બોલીવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને લઇને એવાં સમાચાર આવ્યાં હતાં કે તે પોતે હાઇ ગ્રેડ કેન્સર સામે ઝઝૂમી રહેલ છે. તેઓની સારવાર હાલમાં ન્યૂયોર્કમાં ચાલી રહેલ છે. આ સિવાય પણ અભિનેતા ઇરફાન ખાન પણ આ કેન્સરનાં શિકાર બની ચૂકેલ છે. આ સિવાય હજી કેટલાંક સ્ટાર અને ખેલાડી પણ છે કે જે કેન્સર જેવી ગંભીર બીમારીને પણ હાર આપી ચૂક્યાં છે.
આ ખતરનાક બીમારી આનુવાંશિક પણ હોઇ શકે છે અને ખાણી-પીણીમાં પણ લાપરવાહી રાખવી અને બરાબર પોષણ ન મળવા પર પણ કેન્સરની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



