ઈડીએ કોર્ટ પાસે નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા મંજૂરી માંગી

0
13

ન્યુ દિલ્હી,તા.૨૭
ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટ પાસેથી પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ૭૦૦૦ રૂપિયાની સંપત્તિ તત્કાલ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. ઈડીએ આ કાર્યવાહીની માગ હાલમાં જ બનેલા આર્થિક આરોપ અધ્યાદેશના આધારે કરી છે. કેન્દ્ર સરકારે આર્થિક અપરાધ કરી દેશ છોડીને ભાગેલાં આરોપીઓની સંપત્તિને જપ્ત કરવાથી જોડાયેલાં આર્થિક આરોપી અધ્યાદેશ ૨૦૧૮ને મંજૂરી આપી હતી.
પીએનબી કૌભાંડમાં ઈડીએ પ્રિવેન્શન મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગત સપ્તાહે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. આર્થિક ગુનાના અધ્યાદેશ અંતર્ગત ઈડીએ પોતાની ચાર્જશીટના આધારે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની માગ કરશે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ કાલે ૧૨૦૦૦ પેજની ચાર્જશીટ પર સુનાવણી કરશે. તો ઈડી નીરવ મોદી મામલે આર્થિક અપરાધ અધ્યાદેશમાં લાવવાની માગ કરશે. જેનાથી નીરવ મોદીની દેશ-વિદેશમાં રહેલીઓ સંપત્તિઓની જપ્તી તાત્કાલિક શરૂ કરી શકાય. તેઓએ જણાવ્યું કે આ શક્ય છે કે નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી શકાય છે.
અધિકારીના જણાવ્યા મુજબ, ઈડી આવી જ રીતે ભાગેડુ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર પણ કાર્યવાહીની માગ કરી શકે છે. નવા અધ્યાદેશની જોગવાઈ મુજબ ડાયરેક્ટર કે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ કોઈ આરોપીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકે છે. જે માટે વિશેષ અદાલતમાં એક અરજી કરવાની હોય છે અને આરોપી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ આપવા પડશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY