મોનસુનમાં સાવધાની જરૂરી

0
88

મોનસુનના પ્રથમ વરસાદમાં પલડવાનું તમામ લોકોને ખૂબ પસંદ છે પરંતુ આ સિઝનમાં ખાસ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર પડે છે. કારણ કે આ સિઝનમાં ઇમ્યુનીટી પાવર અથવા તો રોગપ્રતિકારક શÂક્ત ઘટી જાય છે. રોગપ્રતિકારક શÂક્ત ઘટી જવાના કારણે ઘણી બિમારી ઘેરી લે છે. વરસાદની સિઝનમાં બિમારીઓ પણ ફેલાઈ જાય છે. શરીરમાં સરળતાથી બીમારીઓ લાગુ પડવાથી તકલીફોનો સામનો કરવો પડે છે. મોનસુન સિઝનમાં બિમારીથી બચવા માટે ઘણા પ્રયાસો જરૂરી બની જાય છે. ઇમ્યુનીટિ પાવરને વધારવા માટે સાવચેતીના તમામ પગલાં લેવાની સલાહ તબીબો આપે છે. મોનસુન દરમિયાન મલેરિયા, કોલેરા, ટાઈફોઈડ જેવી બીમારી ફેલાઈ જાય છે. આ ઉપરાંત શરદી, ખાસી અને વાયરલ ઇન્ફેક્શના હુમલાઓ પણ તીવ્ર બની જાય છે. આવી Âસ્થતિમાં સાવચેતીના પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. વરસાદની સિઝનમાં પ્રદૂષિત પાણીમાં પલડવાથી પગમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે. ડાયાબીટીશવાળા દર્દીઓને આ સિઝનમાં વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. ડાયાબીટીશના દર્દીઓને પગ પાણીમાં પલડવા દેવા જાઈએ નહીં. ઇમ્યુનીટિ પાવર વધારનાર કેટલાક ઉપાય પણ છે જેનાથી શરીરને વધારે મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે. ચોખ્ખા અને ઘંઉથી બનેલી હળવી ચીજવસ્તુઓ ખાવામાં ઉપયોગમાં લેવી જાઈએ. શાકભાજીમાં શુપનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. પાણી ગરમ કરીને પીવામાં આવે તે જરૂરી છે. પાણીને ઢાંકીને રાખવાની સલાહ નિષ્ણાંતો અને તબીબો આપી રહ્યા છે. ચણાનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. દિવસના સમયમાં વધારે ઊંઘવાની ટેવ ન પાડવી જાઈએ. આ ઉપરાંત તાપમાં બહાર નીકળવાની બાબત પણ ટાળવી જાઈએ. એસીના રૂમમાં ભીના વાળ સાથે ક્યારેય જવું જાઈએ નહીં. શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે તે બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જાઈએ. આ તમામ બાબતો અને સાવધાનીથી મોન્સૂન સિઝનમાં સ્વસ્થ રહી શકાય છે તથા જુદા જુદા પ્રકારના ઇન્ફેક્સનથી બચી શકાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY