સુપ્રિમની સરકારને લીલીઝંડી,બંધારણીય બેન્ચ નિર્ણય કરશે નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકાર પ્રમોશનમાં અનામત આપશે
ન્યુ દિલ્હી,તા.૫
સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જીઝ્ર/જી્ કર્મચારીઓને પ્રમોશનમાં રિઝર્વેશન આપવાને મંજુરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, જ્યાં સુધી બંધારણ પીઠ આ મામલે અંતિમ નિર્ણય ના લે, ત્યાં સુધી સરકાર પ્રમોશનમાં રિઝર્વેશનની સુવિધા આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, જીઝ્ર/જી્ એક્ટમાં ફેરફાર કરવાને લઈને ઘેરાયેલી મોદી સરકાર માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારનો પક્ષ રજુ કરતા છજીય્ મનિંદર સિંહે જણાવ્યું હતું કે, કર્મચારીઓને પ્રમોશન આપવાની જવાબદારી સરકારની છે. જુદી જુદી હાઈકોર્ટના આદેશના કારણે આ પ્રમોશન અટકી પડેલા હતાં. કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતા તમામ ચુકાદાનો એક સાથે ઉકેલ લાવી દીધો છે, હવે તેની સુનાવણી બંધારણ પીઠ કરશે.
નોકરીઓમાં પ્રમોશનમાં રિઝર્વેશનને લઈને દેશની જુદી જુદી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે શ્રમ વિભાગે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ એક આદેશ બહાર પાડીને તમામ પ્રમોશન અટકાવી દીધા હતાં. ત્યારથી પ્રમોશનને લઈને પરેશાન કર્મચારીઓ અહીં તહીં ભટકી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જીઝ્ર/જી્ એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા બાદ મોદી સરકાર ચારેયકોરથી ઘેરાઈ ગઈ હતી. ત્યાર બાદ દેશમાં દલિતોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પોતાના દિકરા ચિરાગ સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમને પણ જીઝ્ર/જી્માં પ્રમોશનની વાત કરી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






