૩૦૦૦ પાનની ચાર્જશીટના આધારે કોર્ટે થરૂરને સાત જુલાઈએ હાજર થવા સમન્સ પાઠવ્યુ
ન્યુ દિલ્હી,તા.૫
સુનંદા પુષ્કર વિવાદાસ્પદ મૃત્યુના કેસમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરને નવી દિલ્હીની અદાલતે સમન્સ મોકલ્યું છે.
શશી થરૂર તિરૂવનંતપૂરમ (કેરળ)માંથી લોકસભાના સભ્ય છે. તેમની ઉપર પત્ની સુનંદાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ છે. થરૂર પર ૈંઁઝ્રની કલમ ૩૦૬ તેમજ વૈવાહિક જીવનમાં ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માટે ૪૮૯છ હેઠળ આરોપ લગાવાયો છે.
દિલ્હી પોલિસની ચાર્જશીટ હેઠળ દિલ્હીની સ્થાનિક કોર્ટે શશી થરૂરને આરોપી તરીકે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે અને આવતી ૭ જુલાઈએ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. થરૂરે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ હાજર થવું રહેશે.
સુનંદા પુષ્કરનું ૨૦૧૪માં દિલ્હીના એક ફાઈવસ્ટાર હોટેલમાં સંશયાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. સુનંદાએ મૃત્યુપૂર્વે શશી થરૂરને એક મેઈલ કર્યો હતો, જેમાં એણે આપઘાત કરવાની પોતાની ઈચ્છા વિશે લખ્યું હતું. આ મેઈલ તેમજ અન્ય લેટર સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા. જેની દિલ્હી પોલિસે પોતાની ચાર્જશીટમાં મહત્વપૂર્ણ સાબિતી તરીકે આનો સમાવેશ કર્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





