ન્યુ દિલ્હી,તા.૨૯
સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ ૨૦૧૯ (NEET ૨૦૧૯)માં ૨૫ વર્ષ કરતાં વધુ ઉંમરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ૨૫ વર્ષ કરતાં વધુ ઉંમરના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પણ NEET ૨૦૧૯માં સામેલ થવાની મંજૂરી આપી છે. જાકે સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વચગાળાનો આદેશ છે કારણે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય કેસ પેન્ડિંગ છે અને CBSE નિયમોના આધારે નિર્ણય લેવાનો છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં કહ્યું છે કે, NEET ૨૦૧૯માટે આવતી કાલે એટલે કે ૩૦ નવેમ્બરે અરજીની મુદ્દત પૂરી થતી હતી. પરંતુ હવે તેમાં એક સપ્તાહનો વધારો કરવામાં આવી રહ્યો છે. આમ, હવે સુપ્રીમ કોર્ટના આદેશથી વિદ્યાર્થીઓ ૭ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. કોર્ટના આ નિર્ણયથી લાખો એવા વિદ્યાર્થીઓને રાહત મળી છે જેમની ઉંમર કે ૨૫ કે તેથી વધારે છે અને તેઓ NEET ૨૦૧૯માટે અરજી નહતા કરી શકતા.
આ પહેલાં પણ દિલ્હી હાઈકોર્ટે NEET માટે વધારે ઉંમર અને યોગ્યતા સંબંધી અન્ય નિયમો સાથે જાડાયેલી સીબીએસઈની અધિસૂચના પર પ્રતિબંધ લગાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આ પ્રતિબંધ કેરળના બે એમબીબીએસ ઉમેદવારોની અજી પછી લગાવ્યો હતો. વિદ્યાર્થી તરફથી આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આવો નિર્ણય હાઈકોર્ટના નિર્દેશો વિરુદ્ધ છે જે કહે છે કે નીટમાં બેસવા માટે ઉંમરની કોઈ સીમા નથી હોતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






