રાજકોટ,તા.૧
૨૦મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ ત્રીજી ડિસેમ્બર છે. ત્યારબાદ ભાજપ કોંગ્રેસ દ્વારા જસદણમાં સાથે પૂરજાશમાં પ્રચાર શરૂ કરી દેવાશે.
ભાજપ તરફથી આ પ્રચાર કામગીરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જ સ્ટાર પ્રચારક રહેશે. પરંતુ બીમારીને કારણે હોસ્પિટલમાં રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રચાર કાર્યમાં જાડાઈ શકશે નહીં. આ બંને નેતાઓ ખૂબ જ બોલતા છે અને જારદાર ભાષણ આપવા માટે જાણીતા છે. વિધાનસભા ગૃહમાં પણ એવી સ્થિતિમાં સરકાર તરફથી બચાવ માટે આ બન્ને નેતાઓ જ હમેશા આવતા હોય છે. હવે જસદણની બેઠક માટે તેઓ પ્રચાર કરી શકવાના ન હોવાથી ભાજપને તેનું નુકસાન જશે.
આ નુકસાનને સરભર કરવા માટે ભાજપની નેતાગીરી સૌરાષ્ટ્રના તેના ટોચના નેતાઓ પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા તેમજ સ્થાનિક નેતાઓને પ્રચારમાં ઉતારશે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક જંગી જાહેર સભા કરવાની પણ વિચારણા ભાજપ કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



