વેરાવળ,તા.૧
વેરાવળ રેલવે સ્ટેશન નજીકના ૮૦ ફૂટ રોડનું રેલવે ફાટક ખુલ્લું હતું તે દરમિયાન જ ટ્રેન આવી ગઇ હતી. જા કે ડ્રાઇવરે ફાટક આવે તે પહેલા જ ટ્રેનને અટકાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. શુક્રવારે ૧૧ઃ૩૦ વાગ્યે દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેન આવી રહી હતી. તે સમયે ૮૦ ફુટ રોડ પર આવેલ ફાટક ખુલ્લુ રહી ગયું હતું. જેથી ડ્રાઇવરે ટ્રેનને રોકી દીધી હતી.
જા કે તે જ સમય દરમિયાન સોમનાથ-પોરબંદરની ટ્રેન અને બીજી ટ્રેન સોમનાથ-રાજકોટની આવતી હોય અહી વારંવાર ફાટક બંધ થવાને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જ્યારે ઊના -દેલવાડા ટ્રેન જ્યારે આવતી હતી ત્યારે ટ્રેનને સિગ્નલ જ આપવામાં આવ્યું ન હતું. જેથી ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી હતી અને ફાટક પાસે પહોંચે તે પહેલા જ અટકી ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




