બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એકવાર ચંપલ ફેંકાયુ

0
25

પટના,તા.૧૧
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પટનામાં જેડીયુના છાત્ર સંગમના કાર્યક્રમમાં ચંદન નામના એક શખ્સે ચંપલ ફેંકિયું હતું. જા કે પટનાના બાપુ સભાગારમાં યોજાયેલા કાર્યક્રમમાં ચંદન દ્વારા ફેંકવામાં આવેલું ચંપલ ડાયસ સુધી પહોંચ્યું ન હતું. જા કે આ ઘટના બાદ નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ ચંપલ ફેંકનારા શખ્સ ચંદનની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલો યુવક ચંદન તિવારી ઔરંગાબાદનો વતની છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર અનામતના વિરોધમાં ચંપલ ફેંકવાની ઘટના બની છે. ચંપલ ફેંકનારો ચંદન તિવારી સવર્ણ સેનાનો વર્કર હોવાનું સામે આવ્યું છે.
આ પહેલા જાન્યુઆરી-૨૦૧૬માં બખ્તિયારપુરના એક કાર્યક્રમમાં સામેલ થવા ગયેલા મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર જાડું ફેંકવામાં આવ્યું હતું. ૨૦૧૬ની ઘટના વખતે પણ નીતિશ કુમાર મહિલાઓને ૩૫ ટકા અનામત અને દારૂબંધીના નિર્ણય પર બોલી રહ્યા હતા. ત્યારે એક યુવકે તેમનના ઉપર જાડું ફેંકિયું હતું. જા કે તે વખતે પણ ચંપલ ડાયસ સુધી પહોંચી શકયું ન હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY