ભુજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા ચાલી રહેલા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની ઉઠી ફરિયાદ

0
139

ભુજ નગરપાલિકા દ્વારા ચાલી રહેલા વરસાદી પાણીના નિકાલ ની કેનાલમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાની ફરિયાદો થઈ રહીછે પાંચ કરોડ રૂપિયાનું વર્કઓર્ડર આપીને ભુજ નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન અને સંસ્કારનગર સહીતના વિસ્તારોમાં ભરાતા પાણીના નિકાલ માટે કરોડો ખર્ચે આદરવામાં આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનજ લાઈનમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવતાનું મટીરીયલ્સ વાપરી મસમોટુ’ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમની સાથે ભુજ નગરપાલિકાના બાંધકામ શાખાના ઈજનેર.ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત અમુક પદાધિકારીઓ ની સાંઠગાંઠથી આવું કરોડોનું બહારની એજન્સીને વર્કેઓર્ડેર આપીને કામ કરાવી રહયા છે તે કામમાં સીંમેન્ટ ની જગ્યાએ વધુ પડતી રેતી નાખીને નબળું કામ કરાઈ રહયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અચાનક બે દિવસમાંજ ચાર છાંટા પડતા હજૂ સુધી ભુજમાં અડધો ઈચ પણ વરસાદ નથી થયો આ સ્લેબ તુટી જતા રાતોરાત તોડીને નવેસરથી બનાવવામાં આવી હજી તો કામ પુરુ પણ નથી થયું અને તોડીને ફરી બનાવતા હોય ત્યારે સાબીત થાય છે કે આ કામમાં કેટલો ભષ્ટાચાર થઈ રહ્યો છે ઉપરાંત હમીરસર તળાવથી બસ સ્ટેન્ડ સુધી ઢાળ હોવાથી બિનજરૂરી અંડરગ્રાઉન્ડ કેનાલ બનાવાઈ છે જ્યાં પાણી ભરાતું જ નથી માત્ર મોટા કામો કરવાના હેતુથી એસ્ટીમેન્ટ બનાવાયું છે

નગરપાલીકામા કોઈ કાયમી સિવીલ ઈજનેર ન હોવાથી એસ્ટીમેન્ટ અન્ય ખાનગી એજન્સી દ્વારા બનાવાયુ છે તે પણ એક તપાસ નો વિષય છે વળી આ કામમાં સંસ્કારનગર થી લઇને ઐતિહાસિક દેશલસર તળાવ સુધી બનાવાશે જે તળાવ આજની તારીખ માં ગટરના પાણીથી હિલોળા ખાઈ રહયુ છે સ્ટોર્મ વોટર ડ્રેનજ લાઈનના કામમાં એજન્સી અને ભુજ નગરપાલિકાના અમુક અધિકારી પદાધિકારીઓની મીઠી નજર હેઠળ પોતાને વધુ ફાયદો થાય તે રીતે કામ કરાવી રહયા છે અને અમુક જગ્યાએ તો કેનાલની જગ્યાએ પાઈપો નાખવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તાના વાપરવામાં આવ્યા છે અને આ જગ્યા પર જો વરસાદમાં લાઇન ચોકપ થાય તો તેને કેવી રીતે સાફ કરવી..? કેનાલ બનાવાઈ છે ત્યાં ચેમ્બરો મુકાઈ છે તેવી ફરિયાદ જાગૃત નાગરીક અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હુશેન થેબા દ્વારા કરાઈ છે અને આ કામ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે તેની લેબોરેટરી રીપોર્ટ કરવામાં આવે જયાં સુધી તટસ્થ તપાસ કરવામાં નઆવે ત્યાં સુધી કોન્ટ્રકટરને ચુકવણું ન કરવા પણ માંગ કરાઈ છે ત્યારે સ્ટેશન રોડ પરતો માત્ર રેતી વાપરી ખુબજ નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY