નોએડા,તા.૨૮
પાર્કમાં નમાજને લઇને ચાલી રહેલા વિવાદ ક્યાંક વધી ન જાય અને કોઇ અપ્રિય ઘટના ન બને તેના માટે નોઇડા પોલીસ અને ઓથોરિટી ખુબ સતર્ક છે. નોઇડા ઓર્થોરિટીએ પાર્કને પાણીથી ભરી દીધો છે, જેથી ત્યાં કોઇ ધાર્મિક આયોજન ના થઇ શકે અને નમાજ ન પઢી શકાય.
નોઇડાના સેક્ટર ૫૮માં ઓર્થોરિટીએ જે પાર્કમાં નમાજ અને અન્ય કોઇ પણ પ્રકારના ધાર્મિક આયોજન માટે નોઇડા પોલીસે કંપનીઓને નોટિસ મોકલી હતી, તે પાર્કમાં આજે સવારથી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. આજે જુમ્માનો દિવસ છે, તેના કારણે નમાજિયો આ પાર્કમાં ભેગા થાય તેવી આશંકા છે, પરંતુ અહીં નમાજીઓ નમાજ ન પઢી શકે, એટલા માટે આખા પાર્કને પાણીથી ભરી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે, ત્રણ દિવસ પહેલા ઓર્થોરિટીના પાર્કમાં નમાજ અને અન્ય કોઇ પણ પ્રકારના ધાર્મિક આયોજનને લઇને નોઇડા પોલીસે ઇન્ડસ્ટ્રિયલમાં સ્થિત તમામ કંપનીઓને નોટિસ મોકલી હતી. પોલીસે કહ્યું હતું કે, જો પાર્કમાં કોઇ નમાજ પઢતું કોઇ દેખાશે તો તમામ જવાબદારી કંપનીની હશે અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંગળવારે સેક્ટર ૫૮ના ઓર્થોરિટી પાર્કમાં નમાજ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બુધવારે સેક્ટર ૩૭માં પોલીસ કડક થઇને ભાગવત કથાના આયોજન પર રોક લગાવી દીધી હતી, ત્યારબાદ મહિલાઓ કીર્તન કરવા લાગી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




