નોએડા,તા.૨૯
નોએડાના સેક્ટર ૬૩માં મોડી રાત્રે ડઝનભર લુંટારાઓએ મહાગુન બિલ્ડરની ઓફિસમાં દરોડા પાડ્યા હતાં. બદમશોએ સુરક્ષા ગાડ્ર્સને બાંધી દઈ એક આખી તિજારી જ લઈ ગયા હતાં. તિજારીમાં ૩૫ લાખ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાનું સોનું પડેલું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીએસ આરોપીઓને શોધી રહી છે.
મહગુન બિલ્ડરની નોએડાના સેક્ટર ૬૩ના એ-૧૯માં ઓફિસ આવેલી છે. અહીં રિયલ એસ્ટેટનું કામ થાય છે. શનિવારે મોડી રાત્રે ૧૨ વાગ્યા દરમિયાન ૧૨-૧૪ બદમાશો પાછળની દિવાલ કુદીને અંદર ઘુસ્યા. અહીં ત્રણ સિકિયુંરિટી ગાર્ડ હતાં. જેમાંથે બે પાસે બંદૂક હતી. આ બદમાશોએ સુરક્ષા ગાર્ડો પાસેથી બંદૂક આંચકી લીધી હતી અને તેમને ઢોર માર માર્યો હ્તો. ત્યાર બાદ ત્રણેય ગાર્ડને બેઝમેંટમાં દોરડા વડે બાંધી દીધા અને ત્રણેયના મોબાઈલ ફોન પણ લઈ લીધા હતાં.
ત્યાર બાદ બદમાશોએ તિજારીને તોડવાનો પ્રયાસ કર્યો, પણ તિજારી ન તુટતા બદમાશો ૬૦૦ કિલોની ભારેભરખમ આખી તિજારી જ ઉઠાવીને લઈ ગયા હતાં. તિજારીને ખોલવા માટે જુદી જુદી ચાવીઓ વડે લગભગ અડધો કલાક મથામણ કરી હતી પરંતુ તિજારી ખુલી જ નહોતી. તિજારી ખોલવાન્ના ચક્કરમાં બદમાશોએ ઓફિસના બધા દરવાજાઓ પણ તોડી નાખ્યા.
તેમ છતાંયે તિજારી ના ખુલતા બદમાશો તેને ઢસડીને સીડીઓ પાસે લઈ ગયા અને ત્યાંથી ઉડાવીને તેમણે તિજારી ઓફિસની બહાર જ ફેંકી દીધી. ઓફિસમાંથી બદમાશોને સેંટ્રો કારની ચાવી મળી હતીએ જેમાં આ તિજારી નાખીને બદમાશો નાસી છુટ્યા હતાં.
મહાગુન ઓફિસ પોલીસ ચોકીની થોડા જ અંતરે દૂર આવેલી છે. માટે અહીં સુરક્ષાની બીજી કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



