મુંબઈ,તા.૨૯
અભિનેતા સમીક્ષક કમાલ આર ખાને ટ્વીટ કરી હતી કે બદલાયેલા સંજાગો દાખવે છે કે સલમાન ખાન આજે પણ સુપર સ્ટાર છે.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની ભારતીય સુપરહીરો ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રની રિલિઝ ડેટ બદલાવવાની જાહેરાત કરી એના પ્રત્યાઘાત રૂપે અભિનેતા સમીક્ષક કમાલ ખાને ટ્વીટ કરી હતી.
અગાઉ થયેલી જાહેરાત મુજબ બ્રહ્માસ્ત્ર ચાલુ વર્ષના ડિસેંબરની ૨૦મીએ રજૂ થવાની હતી. યોગાનુયોગે સલમાન ખાનની હિટ ફ્રેન્ચાઇઝી દબંગની ત્રીજી કડી પણ ૨૦ ડિસેંબરે રજૂ થવાની છે. એટલે મિડિયા રિપોર્ટ એવા હતા કે બ્રહ્માસ્ત્ર અને દબંગ થ્રી ટિકિટબારી પર એકબીજાની સાથે ટકરાશે.
આ રિપોર્ટસ્ની શાહી સુકાય એ પહેલાં કરણ જોહરે પોતાની બ્રહ્માસ્ત્રની રિલિઝ ડેટ બદલવાની જાહેરાત કરી હતી. બ્રહ્માસ્ત્રમાં રણભીર કપૂર, આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યાં છે. આ ફિલ્મ હવે ૨૦મી ડિસેમ્બરે નહીં પણ મોટે ભાગે ૨૭ ડિસેંબરે રજૂ થવાની શક્યતા છે. જો કે કરણે હજુ ૨૭ ડિસેમ્બર જાહેર કરી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



