નોએડામાં નમાઝ બાદ પરવાનગી વગર યોજાયેલી ભાવગત સપ્તાહ પર પ્રતિબંધ

0
8

નોએડા,તા.૨૭
નોએડામાં પાર્કમાં નમાજ પઢવા પર લગાવાયેલી રોક બાદ અન્ય એક સેક્ટર ૩૭માં સરકારની જમીન પર પરવાનગી વગર યોજાયેલી ભાગવત સપ્તાહ પર પણ રોક લગાવી છે. નોએડા ઓથોરિટીએ આ મામલામાં ગંભીર કાર્યવાહી કરવા માટે અધિકારીઓને ચેતવણી આપી છે.
આ પહેલા સેક્ટર ૫૮માં આવેલા પાર્કમાં નમાજ પઢવા પર રોક લગાવાયા બાદ હંગામો થયો હતો.એ પછી સેક્ટર ૩૭માં ભાગવત સપ્તાહ માટે મંજૂરી લીધા વગર સરકારી જમીન પર ટેન્ટ લગાવાયો હતો અને મ્યુઝિક સિસ્ટમ તેમજ માઈક લગાવાયા હતા.
સરકારની ટીમ ટેન્ટ હટાવવા ગઈ ત્યારે ત્યાં હાજર મહિલાઓએ દેખાવો પણ કર્યા હતા.જોકે આયોજકોનુ કહેવુ હતુ કે સપ્તાહ યોજવા માટે મંજૂરી લેવાની જરુર નથી.કેટલાક લોકો ખોટી ફરિયાદ કરીને માહોલ ખરાબ કરી રહ્યા છે.
બીજી તરફ નોએડા ઓથોરિટીનુ કહેવુ છે કે આ રીતે સંખ્યાબંધ સેક્ટરમાં જમીન કબ્જે કરીને તેના પર મંદિરો બનાવી દેવાયા છે અને તેમાંથી કમણી કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY