નવજાતસિંહ સિદ્ધુ કોંગ્રેસથી નારાજ : ૨૦ દિવસથી કામકાજ છોડીને ચુપચાપ બેસી ગયા

0
10

ચંડીગઢ,તા.૩
પંજાબના મંત્રી નવજાત સિંહ સિદ્ધુ છેલ્લાં ૨૦ દિવસથી કામકાજ છોડીને ચુપચાપ બેસી ગયા છે. તેમનો કોંગ્રેસના કોઇ પણ નેતા સાથે સંપર્ક નથી એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
સૂત્રો એ કહ્યુ કે કોંગ્રેસથી નારાજ થવાનું વધુ એક કારણ તેમને મળી ગયું છે. સિદ્ધુની પત્ની નવજાત કૌરને તેમની પસંદગીની ચંદીગઢ સીટ પરથી ટિકિટ આપવાની કોંગ્રેસે ના પાડી દીધી છે. આ સીટ પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન બંસલને ઉમેદવાર બનાવ્યા છે. પહેલાં ચર્ચા હતી કે નવજાત કૌરને અમૃતસર સીટ પરથી ટિકિટ મળી શકે છે, જ્યાંથી અમરિંદર સિંહે ૨૦૧૪ની સાલમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના અરૂણ જેટલીને હરાવ્યા હતા. પરંતુ આ ચર્ચાઓ પર પણ ત્યારે પૂર્ણવિરામ મૂકાઇ ગયું જ્યારે મંગળવારની રાત્રે કોંગ્રેસે અમૃતસર લોકસભા સીટ પરથી ગુરજીત સિંહ ઓજલાને ટિકિટ આપી દીધી.
૨૦૧૪ની સાલમાં અમૃતસરથી અરૂણ જેટલીને ઉમેદવાર બનાવ્યા બાદ નવજાત સિંહ સિદ્ધુએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી. સિદ્ધુએ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીનો હાથ ઠામી લીધો હતો.
કહેવાય છેકે મોગામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીમાં તેમને બોલવા માટે આમંત્રિત ના કરતાં તેઓ નારાજ છે. તેની સાથે જ તેમના નજીકના સૂત્રોએ કહ્યુ કે તેઓ એ વાતથી પણ નારાજ છે કે તેઓ છત્તીસગઢ માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY