મી-ટૂના આરોપ લાગતા જેનપેક્ટ કંપનીના આસિ.વાઈસ પ્રેસિડેન્ડે આત્મહત્યા કરી

0
48

સ્વરૂપે રાજે સુસાઈડ નોટમાં લખ્યું- ઓફિસની છોકરીઓએ તેને ખોટી રીતે ફસાવ્યો હતો
નોઈડા,તા.૨૦
જેનપેક્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ સ્વરુપ રાજે તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હકીકતમાં કંપનીઓ સ્વરુપ રાજન પર યૌન શોષણનો આરોપ લાગ્યા પછી તેને કંપનીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
સ્વરુપ રાજે પત્ની કૃતિના નામે એક સુસાઈડ નોટ લખી હતી. તેમાં લખ્યું હતું કે, તે પત્ની કૃતિને ખૂબ પ્રેમ કરે છે. તેના ઉપર ખોટો યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઓફિસની છોકરીઓએ તેને ખોટો ફસાવ્યો છે. હવે જા તપાસમાં તે નિર્દોષ સાબીત થશે તો પણ તેના પર લગાવવામાં આવેલા આરોપોના કારણે લોકો તેને શંકાની નજરે જ જાશે. તેથી તે ફરી કંપની કેવી રીતે જશે? નોંધનીય છે કે, સ્વરુપ રાજ પર યૌન શોષણના આરોપની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંપનીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
સ્વરુપ રાજ મૂળ એર્નાકુલમ કેરળના હતા. તેઓ નોઈડામાં પેરામાઉન્ટ સોસાયટીમાં તેમની પત્ની કૃતિ સાથે રહેતા હતા. સ્વરુપના લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં હતાં. તેમણે સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, તેમના પર લાગેલા આરોપોના કારણે તેમની પત્નીની સમાજમાં ઈજ્જત ઘટી જશે અને આ બધુ તે સહન નહીં કરી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY