માંસ ખાવા માટે કાળિયારનો શિકાર કરતા બે ઝડપાયા

0
6

નોઇડા,તા.૧
ઉત્તર પ્રદેશની ગ્રેટર નોઇડા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ દ્વારા પ્રતિબંધિત કાળિયારનો શિકાર કરનાર બે શિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા શિકારીઓથી એક ડઝન આયર્નના ફાંસલા અને એક બાઇક અને અન્ય સાધનો મળી આવ્યા છે. પોલીસે આ બન્નેની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે. પોલીસ ધરપકડમાં આવેલા બંને વ્યકિતઓ ખૂબ જ ચાલાક શિકારીઓ હતા જે કાળા હરણનો શિકાર કરી તેમની હત્યા કર્યા હતા અને તેની ખાલ, શિંગડા અને હાડકાંની તસ્કરી કરતા હતા.
નોંધનીય છે કે ગત દિવસોમાં રબુપુરા પોલીસ ક્ષેત્રના ગામમાં ફાંસલામાં ફસાયેલા બે કાળા હરણનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ ગામવાસીઓ ત્યારે થઇ જ્યારે ગ્રામીણ પોતાના ખેતરોમાં કામ કરવા માટે પહોંચ્યા હતા. ગ્રામીણ લોકોએ આ વાતની માહિતી વન વિભાગને સોંપી હતી. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી, ફસાંયેલા મૃત કાળા હરણનું પોસ્ટમાર્ટમ કરી રબુપુરા સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ પોલીસ અધિકારીઓનું માનીએ તો કેસની ઊંડાણથી તપાસ કર્યા બાદ જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર શિકારી સોનુ અને રાજવીરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું કે કાળા હરણોને પકડી તેમનું માંસ ખાતા હતા. જા કે, પકડાયેલા શિકારીઓ પાસેથી પોલીસે હરણોને પકડનારા લોખંડના એક ડઝન જેટલા ફંદા પણ જપ્ત કર્યા છે. અત્યારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY