લાંચની રકમમાં કયા અધિકારીનો કેટલો હિસ્સો હતો તેની પણ તપાસ કરાશે
સુરત, તા. ૦૭
વોર્ડ નંબર ૮ ડભોલી-સિંગણપોરના ભાજપના કોર્પોરેટર એક ડોક્ટર પાસેથી રૂ.૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયાï બાદ એસીબીના અધિકારીઓ તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડ માંગશે. એક એસીબીના મદદનીશ નિયામક પરમારે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના વાઈસ ચેરમેન અને કોઝવે ચાર રસ્તા પાસે આવેલા ગંગા રેસીડેન્સી ખાતે રહેતાં જયંતીલાલ ભંડેરીએ કોઝવે ચાર રસ્તા પાસે આવેલા હરીદર્શનના ખાડા પાસે ક્લીનિક શર કરનારા એક તબીબ પાસે રૂ.૫૦ હજારની લાંચ માંગી હતી. ડોક્ટરને અધિકારીઓ દ્વારા હેરાનગતિ ન થાય અને તેમના ક્લીનિકનું શટરïનું ડીમોલીશન ન થાય તે માટે લાંચ માંગવામાં આવી હતી. એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓએ ગતરોજ ટ્રેપ ગોઠવીને જયંતી ભંડેરીને રૂ.૫૦ હજરની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીના આ ગુનાની તપાસ કરનાર અધિકારી પીઆઈ રાઠવા આજે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડ માંગશે. રિમાંડ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે રૂ.૫૦ હજારની લાંચમાંથી કયા અધિકારી અને કેટલા કોર્પોરેટરોને નાણાં આપવાના હતા. સિંગણપોર વિસ્તારમાં પોતાના મકાનમાં રૂદ્ર કલીનિકના નામથી દવાખાનું ચાલુ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




