મણિકપુર ગામના પ્રાચિન મંદિરમાં બનેલી આ ઘટના બાદ પૂજારી ફરાર લોકોમાં રોષ
નોઈડા,તા.૨૯
ગૌતમબુધ્ધનગરના ગ્રેટર નોઇડામાં બળાત્કારની એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રાચિન મંદિરના મુખ્ય પૂજારીએ પૂજા કરવા આવેલી એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ ચલાવે છે. આ ઘટના ગ્રેટર નોઇડાના બાદલપુર પોલીસ મથકના ક્ષેત્રમાં બની છે. ગુનો કરીને પૂજારી ફરાર થઇ ગયો છે.
મણિકપુર ગામના પ્રાચિન મંદિરમાં આ ઘટના બની હતી. પોલીસ અધિક્ષકે માહિતી આપી હતી કે આ વિસ્તારના પ્રાચિન મંદિરમાં એક સ્વામી ઘણા સમયથી પૂજારી તરીકે સેવા આપતા હતા. ત્યાં રાધા દેવી (કાલ્પનિક નામ) નામની મહિલાએ પૂજારી પર આરોપ મૂકતા કહ્યું હતું કે તે શુક્રવારે (૯ જુલાઇએ) પોતાની દેરાણી સાથે મંદિરમાં પૂજા કરવા ગઇ હતી. ત્યારે પૂજારીએ તેને પોતાના રૂમમાં બોલાવી હતી. અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તેની મેડીકલ તપાસ પણ કરાવી છે.
આ વિસ્તારના મંદિરમાં આવી શરમજનક ઘટના બનતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. લોકોના મતે આવી ઘટનાથી પ્રજામાં મંદિરની મહત્તા પણ લુપ્ત થતી જાય છે. તે જાતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જાઇએ તેવી લોકોએ માંગ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



