વડોદરામાં વકીલો ઉપર થયેલ દમનના વિરોધમાં જંબુસર વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા.

0
106

જંબુસર:
વડોદરા શહેરમાં બનેલા નવા કોર્ટ સંકુલમાં ત્યાંના વકીલો ડિસ્ટ્રિકટ જજને નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા અંગે રજૂઆત કરવા ગયેલ ત્યારે જજ સાહેબ તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ મળેલ નહીં જયારે વકીલો દ્વારા રજૂઆત કરાઈ રહી હતી ત્યારે જજ દ્વારા પોલીસ બોલાવેલ અને વકીલો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલ જેમાં ઘણા વકીલો ઇજા પામેલ, જે ભારે દુઃખદ અને નિંદનીય ઘટના હોવાથી જંબુસર બાર સેશનના તમામ વકીલોએ ઠરાવ કરી આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ અને જંબુસર બાર એસેસીને ધી વડોદરા બાર એસોસિએશનને ટેકો આપેલ અને તેના સમર્થનમાં ૨૦/૩/૧૮ ના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠાર આવેલ પરંતુ અધિકારીઓએ આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ હજુ સુધી લાવેલ નથી જેને લઇ વકીલ આલમમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. આમ જંબુસર બાર એસોસિએશન વડોદરા બાર એસોસિએશનને ટેકો આપી તારીખ ૨૧/૩/૧૮ થી ૨૩/૩/૧૮ સુધી સંપૂર્ણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ છે, જે અનુસંધાને જંબુસર કોર્ટ બહાર વકીલો એકત્ર થઇ સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કામગીરી બંધ રાખી હતી.
રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY